Benefits of drumstick: સરગવો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સરગવાને તમે ડાયટમાં એડ કરો છો તો અનેક નાની-મોટી બીમારીઓથી બચી શકો છો. આર્યુવેદમાં પણ સરગવાનું અનેક રીતે મહત્વ રહેલું છે.
માર્ચ-એપ્રિલ મહિનામાં સરગવો બજારમાં મસ્ત આવે છે. સરગવો અનેક ગુણોથી ભરપૂર હોય છે. સરગવો તમને અનેક બીમારીઓથી બચાવે છે. ડ્રમસ્ટિક અને મોરિંગા નામથી સરગવો જાણીતો છે. સરગવાનો ઉપયોગ આર્યુવેદમાં અનેક રીતે થાય છે. ન્યુટ્રિશલન ગુણોને કારણે સરગવાને દરેક લોકોએ ડાયટમાં એડ કરવો જોઇએ. આમ, તમે સરગવાને ડાયટમાં એડ કરો છો તો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. તો જાણો સરગવાના આ અઢળક ફાયદાઓ વિશે..
સરગવાના ફાયદાઓ
બ્લડ સુગર કંટ્રોલમાં કરે
સરગવાને તમે ડાયટમાં એડ કરો છો તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સરગવો એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ માટે તમે સરગવાનો સૂપ, શાક તેમજ બીજી અનેક રીતે એડ કરી શકો છો. આ રીતે તમે સરગવાનું સેવન કરશો તો બ્લડ સુગર આપોઆપ કંટ્રોલમાં રહેશે.
તાવ આવે ત્યારે
હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં વાયરલ ફીવરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરગવામાં એન્ટી પાયરેટિક ગુણ હોય છે જે તમને ફિવરમાંથી બચાવે છે. આમ, તમે સરગવાને ડાયટમાં એડ કરો છો તો તાવને કંટ્રોલમાં કરી શકો છો.
અસ્થમા માટે ફાયદાકારક
સરગવો ફાઇબરથી ભરપૂર હોય છે. સરગવાની સમસ્યા તમને કબજિયાતમાંથી બચાવે છે. આમ, તમે સરગવાનું સેવન અઠવાડિયામાં બે વાર કરો છો તો અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
કબજિયાતની તકલીફ દૂર થાય
સરગવો ફાઇબરથી ભરપૂર હોય છે. સરગવામાં લેક્સેટિવ ગુણ હોય છે સ્ટૂલને સોફ્ટ કરવામાં મદદ કરે છે. તમને કબજિયાતની તકલીફ વધારે છે તો તમે સરગવાને ડાયટમાં એડ કરો. સરગવાનો તમે સૂપ પણ પી શકો છો. સરગવાનો સૂપ, જ્યૂસ તેમજ શાકને ડાયટમાં એડ કરી શકો છો.
કિડની ફંક્શન માટે ફાયદાકારક
કિડનીને સ્વસ્થ રાખવા માટે સરગવો અનેક રીતે ગુણકારી છે. સરગવાનું સેવન કિડની ફંક્શનને ક્લિન કરવાનું કામ કરે છે. તમને કિડનીને લગતી કોઇ તકલીફ છે તો તમે સરગવાનું સેવન કરો. આમ, ડાયાબિટીસથી લઇને અસ્થમાના દર્દીઓ માટે સરગવો સૌથી બેસ્ટ છે. આ માટે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.