સરહદની બીજી તરફ ચીને રાતોરાત નવા ગામડા બનાવવા માંડયા છે, લદ્દાખ સાંસદનો ધડાકો

ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચે લદ્દાખના ભાજપ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે સરહદ પરના ગામડાઓની મુલાકાત લીધી છે.

આ મુલાકાત બાદ સેરિંગે સ્ફોટક વિગતો જાહેર કરતા કહ્યુ છે કે, સરહદની બીજી તરફ ચીને લોકોને લાવીને વસાવી દીધા છે.એક ચેનલના કાર્યક્રમમાં સાંસદે લદ્દાખના ગામડાઓના લોકો સાથેની વાતચીતનો હવાલો આપીને કહ્યુ છે કે, લદ્દાખના ડેમચોક ગામ સામે ચીને પોતાની તરફ નવુ ડેમચોક ગામ વસાવી દીધુ છે.જે પહેલા ક્યારેય નહોતુ.અહીંયા 13 મકાનો બની ગયા છે.રસ્તા અને ટેલિકોમની

સુવિધાઓ પણ ચીને પહોંચાડી દીધી છે.

સેરિંગે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, સરહદ પર રહેતા ભારતના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.કારણકે ભારત અહીંયા કોઈ પણ પ્રકારનો વિકાસ શરુ કરે છે તો ચીન તેનો વિરોધ કરવા માંડે છે.ભારતના દાવાનો મજબૂત આધાર જ એ છે કે, સરહદ પર ભારતના લોકો વર્ષોથી રહેતા આવ્યા છે.ભારતે પણ પોતાની તરફના ગામડાઓમાં હવે સ્કૂલો, મેડિકલ સુવિદાઓ અને ટેલિકોમ જેવી સુવિધાઓ આપવાની તાતી જરુરિયાત છે.જેથી લોકોને ત્યાંથી માઈગ્રેટ ના થવુ પડે.

સેરિંગે સૈનિકો સાથેની મુલાકાતનો પણ ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યુ છે કે, સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી, દેશ નહી મિટને દુંગા, દેશ નહીં ઝૂકને દૂગા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.