– મહિના બાદ ફરી નેપાળ પોલીસે માથુ ઉચક્યું
– ઘાયલ યુવકને પૂર્નિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ભારતીય સૈન્ય અને પોલીસ પણ સતર્ક થયું
સરહદે નેપાળ સાથે તંગદીલી વધી રહી છે, નેપાળના વડા પ્રધાન ઓલી દ્વારા બેફામ નિવેદનોને પગલે હવે નેપાળની પોલીસ અને સૈન્ય પણ ઉશ્કેરાઇ રહ્યા છે અને ભારતીય નાગરિકો પર ગોળીબાર કરવા લાગ્યા છે.
નેપાળ સરહદે વધુ એક વખત નેપાળ પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસાડેયા છે જ્યાં તેની સિૃથતિ અતી ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રે નેપાળ પોલીસે ભારત સરહદે બેફામ ગોળીબાર કર્યો હતો, ત્રણ ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેને પગલે એક યુવક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.
ખનિયાબાદ પંચાયતના માફી ટોલાના રહેવાસી જિતેન્દ્ર કુમારને આ ગોળી વાગી હતી, તેઓને હાલ પૂર્ણિયામાં આવેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સિૃથતિ અતી ગંભીર હોવાનું સૃથાનિક પ્રશાસને જણાવ્યું છે. કિશનગંજના એસપી કુમાર આશીષે જણાવ્યું હતું કે નેપાળ પોલીસ દ્વારા કિશનગંજમાં ભારત-નેપાળ સરહદ પાસે ત્રણ ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
નેપાળ પોલીસે આ ગોળીબાર કેમ કર્યો તેને લઇને કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ પહેલા આ જ રીતે નેપાળ પોલીસ ગોળીબાર કરી ચુકી છે. જૂન મહિનામાં નેપાળ પોલીસ દ્વારા થયેલા ભારે ગોળીબારમાં એક ભારતીય નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. ખાસ કરીને બિહાર રાજ્યના નાગરિકો નેપાળ સરહદે રહે છે તેમને ટાર્ગેટ કરીને આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જોકે ભારતીય પોલીસ અને સૈન્યને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.