સરહદ વિવાદને લઈને ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં તણાવ વધતો જઈ રહ્યો છે. સૂત્રો અનુસાર લદ્દાખના પેંગોંગ સો સરોવર અને ગલવા નદી ખીણ સહિત કુલ ત્રણ સ્થળોએ 300 સૈનિકોની તૈનાત કર્યા. જે બાદ ભારતે પણ વધારે સૈનિકો તૈનાત કર્યા છે.
સૂત્રો અનુસાર, ચીને ગલવા નદીની પાસે ભારતીય પેટ્રોલિંગ વિસ્તાર નજીક સૈનિકોના લાવવા લઈ જવાની અને સામાનના પુરવઠા માટે વિસ્તારમાં કેટલાક રસ્તાનુ નિર્માણ કર્યુ છે. ત્યાં દોલત બેગ ઓલ્ડી સેક્ટરમાં 81 બ્રિગેડના અધિકારીઓ અને તેમના ચીની સમકક્ષો વચ્ચે બેઠક થઈ રહી છે.
ચીને 100થી વધારે તંબુ તાણ્યા
સૂત્રોનુ કહેવુ છે કે ચીની સેનાએ છેલ્લા બે અઠવાડિયામાં 100થી વધારે તંબુ તાણીને પોતાની સ્થિતિને મજબૂત કરી છે. બંકર બનાવવા વાળી મશીનોને પણ ચાલુ કરી દીધી છે. ભારતીય સેનાએ પણ ગલવા સરોવર અને ખીણ વિસ્તાર બંને સ્થળોએ નિર્માણ ચાલુ કર્યુ છે.
ભારતીય સેના આ વિસ્તારમાં સારી સ્થિતિમાં છે. છેલ્લા એક અઠવાડિયામાં ચીની સૈનિકો તરફથી ભારતીય સૈનિકો પર કેટલાય હુમલા કરવાની પણ જાણકારી છે પરંતુ આની પુષ્ટિ થઈ શકી નથી.
ભારત-ચીન તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણે પહોંચ્યા લદ્દાખ
અગાઉ સરહદ વિવાદને લઈને ભારત-ચીનમાં તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે શનિવારે લદ્દાખના પ્રવાસે પહોંચ્યા છે. નરવણે સાથે સેનાની ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનન્ટ જનરલ વાય કે જોશી, 14મી કોરના પ્રમુખ લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ અને બીજા વરિષ્ઠ અધિકારી પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.