સરહદી ઘુસણખોરી પર ચાંપતી નજર રાખવા BSFને મળશે 436 ડ્રોન અને એન્ટી ડ્રોન સીસ્ટમ

રાકેશ અસ્થાનાએ બીએસએફનાં મહાનિર્દેશકનો હોદ્દો સંભાળ્યો તે સાથે જ BSFને ટેકનીકલરૂપે અપગ્રેડેશન કરવાનું શરૂ કરી દીધું છે. તે અનુસાર 436 નાના અને સુક્ષ્મ ડ્રોન, ભારત-પાક સરહદે એન્ટી ડ્રોન સિસ્ટમનાં મંજુરી આપવામાં આવી છે.આ સિસ્ટમ પંજાબ, જમ્મુ અને કાશ્મિરમાં આતંકવાદીઓને માટે હથિયાર લઇ જતા કોઇ પણ ડ્રોનને મારી શકે છે.

વ્યાપક એકીકૃત સરહદ મેનેજમેન્ટ (CIBM) હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર બિએસએફ દ્વારા સંચાલિત તમામ 1923 સરહદી ચોકીઓને સેન્સર,સીસીટીવી, અને ડ્રોન ફિ઼ડથી સુસજ્જીત કરવામાં આવશે, આ 1,500 ચોકીઓ સરહદની રેકી કરવા અને એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં સક્ષમ હશે.

ગૃહ મંત્રાલયનાં અગ્રણી અધિકારીઓ અનુસાર જ્યાં નાના માઇક્રો ડ્રોનનો ખર્ચ લગભગ 88 કરોડ રૂપિયા આવશે, સુરક્ષા એજન્સીઓની મદદથી બિએસએફ વર્તમાનમાં સંવેદનશીલ પંજાબ સરહદ પર સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન પંજાબમાં ખાલીસ્તાની આતંકીઓ અને જમ્મુ-કાશ્મિરમાં જેહાદીઓને રાઇફલ,પિસ્તોલ અને ગ્રેનેડ પહોંચાડવા માટે ચાઇનીઝ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.