– લદાખનો વિવાદ ઉકેલવા માટે ટ્રમ્પે મધ્યસ્થીની તૈયારી બતાવી હતી
ટ્રમ્પે સત્તાવાર રીતે ભારતને મધ્યસ્થીની પેશકશ કરી હતી? ટ્રમ્પને લદાખ બાબતે ભારતે જાણકારી આપી હતી? : વિદેશ મંત્રાલયે જવાબ ન આપ્યો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લદાખનો સરહદી વિવાદ ઉકેલવા માટે ભારત-ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી હતી. ટ્વીટ કરીને ટ્રમ્પે આ તૈયારી બતાવી પછી ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. વિવાદ ઉકેલવા માટે ચીન સાથે વાતચીત ચાલી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને ટ્રમ્પની મધ્યસ્થી મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સરહદી વિવાદ ઉકેલવા ભારત અને ચીન વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હોવાથી ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન સાથે સંવાદ થઈ રહ્યો છે. ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટના નિયમોનું પાલન કર્યું હતું. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય કરારો પ્રમાણે જે સહમતી થઈ હતી તેનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ભારતની અખંડતતા જાળવી રાખવા માટે ચીન સાથે આ વિવાદ ઉકેલવા પ્રયાસો થઈ રહ્યા છે.
વિડીયો કોન્ફરન્સ દરમિયાન તેમને પૂછવા આવ્યું હતું કે ટ્રમ્પે ભારતને સત્તાવાર રીતે મધ્યસ્થી માટે કહ્યું હતું? શું ભારતે અમેરિકાને લદાખની ઘટના અંગે વિગતવાર જાણકારી આપી હતી? શું ભારતે અમેરિકાને જણાવ્યું છે કે અત્યારે અમેરિકાની મધ્યસ્થીની જરૂર નથી અને ભારત-ચીન આપમેળે સરહદી વિવાદ ઉકેલશે? આ સવાલોના જવાબ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું હતું કે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે અમેરિકા મધ્યસ્થી કરવા તૈયાર છે. તે અંગેની જાણકારી બંને દેશોને આપી દેવામાં આવી છે. જોકે, સત્તાવાર જાણકારી મળી કે નહીં તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
લદાખની સરહદે તંગદિલી યથાવત
લદાખના ગલવાન સેક્ટરમાં બંને દેશોના સૈન્ય વચ્ચે તંગદિલી જરા પણ ઓછી થઈ નથી. એક તરફ ભારત-ચીન વચ્ચે સંવાદ થઈ રહ્યો હોવાનું અને શાંતિપૂર્ણ ઉકેલ અંગે વાટાઘાટો ચાલતી હોવાનું સરકારે કહ્યું હતું. તો બીજી તરફ સ્ટેન્ડ ઓફની સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. સરહદી સ્થિતિ તદન જૂદી છે. દાવો તો ત્યાં સુધી થઈ રહ્યો છે કે સરહદે ગમે ત્યારે સૈન્ય વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એટલી હદે સ્થિતિ તંગ બની ગઈ છે. લદાખ સેક્ટરના ચાર અલગ અલગ પોઈન્ટ ઉપર બંને દેશના સૈનિકો રીતસર સામ-સામે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.