નવા કૃષિ કાયદાનાં મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇ લડી રહેલા ખેડુતો પોતાની માંગ અંગે કોઇ પણ પ્રકારે ઝુકવા માટે તૈયાર નથી, ખેડુતોએ સરકાર પર પોતાની માંગ માની લેવા માટે દબાણ ઉભું કરવા માટે ભારત બંધનું હથિયાર ઉગામ્યું છે, શુક્રવારે એક પત્રકાર પરિષદમાં તેમણે ઘોષણા કરી કે જો પોતાની માંગ માનવામાં નહીં આવે તો દેશભરમાં પીએમ મોદીનાં પુતળાનું દહન કરશે અને 8 ડિસેમ્બરનાં દિવસે ભારત બંધ પાળવામાં આવશે.
ભારતીય કિસાન યુનિયન(લખોવાલ)નાં મહાસચિવ એચએસ લખોવાલે શુક્રવારે કહ્યું કે કાલ અમે સરકારને કહ્યું કે કૃષિ કાનુનોને પાછા ખેંચવામાં આવે, એવું નહીં થાય તો 5 ડિસેમ્બરે દેશભરમાં મોદી સરકાર અને કોર્પોરેટ હાઉસનાં વડાઓનાં પુતળા ફુંકવામાં આવશે, 7 તારીખે તમામ વીર પોતાના મેડલો પાછાં ખેચશે, 8 તારીખ અમે ભારત બંધનું એલાન કર્યું છે, તે એક દિવસ માટે તમામ ટોલ પ્લાઝા ફ્રિ કરી દેવામાં આવશે.
ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું કે આંદોલન કરી રહેલા તમામ ખેડુત સંગઠનોએ સર્વસંમતીથી 8 ડિસેમ્બરનાં દિવસે ભારત બંધનું આહવાન કર્યું છે, એક દિવસ માટે ઐતિહાસિક બંધ રાખવામાં આવશે, કાલે સરકાર સાથે ચર્ચા છે, આ મંત્રણાથી ખેડુતો જો સંતુષ્ટ ના થયા તો બંધ પર રણનિતી બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુરૂવારે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનાં નેતૃત્વમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે પ્રદર્શનકારી ખેડુતોનાં પ્રતિનિધિ મંડળની ગુરૂવારે બેઠક યોજાઇ હતી જે નિષ્ફળ રહી હતી, લગભગ 8 કલાક ચાલેલી આ બેઠકમાં ખેડુત નેતાઓ નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે, સરકાર સાથે વાતચીત કરી રહેલા કિસાન નેતાઓ સરકારની ચા અને બપોરનાં ભોજન તથા પાણીની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.