– અડવાણી સહિતના આરોપીઓના કેસમાં મોટુ નિવેદન
સુપ્રીમ કોર્ટના ચુકાદાને બધાએ આવકાર્યો છે ત્યારે આ કેસ પણ પુરો થવો જોઇએ તેવી માગ
રામ જન્મભૂમી બાબરી મસ્જિદને લઇને પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીએ એક મોટુ નિવેદન આપ્યું છે. અંસારીે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવી ચુકી છે. તેથી હવે સીબીઆઇ કોર્ટમાં જે બાબરી ધ્વંશનો મામલો ચાલી રહ્યો છે તેને પુરી કરી લેવામાં આવે. અને તેને લઇને કોઇ જ પ્રકારનું રાજકારણ ન કરવામાં આવે.
હાલ સીબીઆઇની કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં આગામી મહિને અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ અને અન્યોના નિવેદનો લેવામાં આવશે. આ સ્થિતિ વચ્ચે એક પક્ષકાર અંસારીએ એમ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે અને તેનું દરેક વ્યક્તિએ સન્માન પણ કર્યું છે. તેથી હવે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમીને લઇને કોઇ પણ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ.
અંસારીએ વિનંતી કરી છે કે હવે સીબીઆઇ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેનો પમ ઝડપી નિકાલ લાવી દેવો જોઇએ. સરકારે તેમાં ધ્યાન આપીને તેને પુરો કરી દેવો જોઇએ અને તેને વધુ આગળ લંબાવવાની જરુર નથી. આ કેસમાં અનેક હિંદુ નેતાઓ આરોપી છે અને તેમને આરોપોથી મુક્ત નથી કરવામાં આવ્યા. આ નેતાઓના નિવેદનો પણ લેવામાં આવી શકે છે. લોકડાઉનને કારણે ઓનલાઇન જ કોર્ટ કાર્યવાહી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.