રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા,રાજ્ય સરકાર ચલાવી રહી છે, ગણવેશ સહાય યોજના

રાજ્યના સંવેદનશીલ અને નિર્ણાયક CM વિજય રૂપાણીએ આ યોજના અંતર્ગત મળતી સહાયમાં 100 ટકા વધારો કરીને અગાઉ જે રૂ.300ની સહાય અપાતી હતી તે વધારીને રૂ. 600ની સહાય ચૂકવવાનો નિર્ણય વર્ષ 2017થી લીધો છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી વાસણ આહિરે જણાવ્યું હતું.

વડોદરા જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ગણવેશ સહાય યોજના હેઠળ વિકસતી જાતિના 1,06,515 વિદ્યાર્થીઓની અરજી આવી હતી તે પૈકી એક પણ અરજી નામંજૂર કરવામાં આવી નથી.

તે તમામ વિદ્યાર્થીઓ મળીને રૂ. 3,96,44,400ની સહાય ચૂકવવામાં આવી હોવાનું મંત્રી વાસણ આહિરે જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.