આજે હાઈકોર્ટના જજ આઈ. જે. વોરા અને જે.બી. પારડીવાલાની બદલી કરવામાં આવી હોવાની અફવા વહેતી થઈ છે. હાઈકોર્ટના જજે કોરોનાની સારવાર મામલે સરકારની કામગીરીની ઝાટકણી કાઢી હોવાના કારણે તેમની બદલી કરવામાં આવી અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે આ પહેલાં વિજય નહેરાની બદલી કરવામાં આવી હતી જેને કારણે આ અફવાને વધારે હવા મળી હતી.
જસ્ટિસ પારડીવાલાની બદલી નથી થઈ પરંતુ ફક્ત સીટીંગ બદલાયું છે
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો અંગેની સુઓમોટો સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમ નાથે માર્ચ મહિનામાં શરૂ કરી હતી. લોકડાઉનના કારણે હાઇકોર્ટમાં અરજન્ટ કેસોની સુનાવણી હાથ ધરાય છે અને જજો રોસ્ટર મુજબ વારાફરતી ફરજ બજાવે છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ જે શાસ્ત્રીની ખંડપીઠ બાદ કોરોનાના સુઓમોટોની સુનાવણી જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠ કરતી હતી. સુનાવણીનું રોસ્ટર બદલાતા હવે આવતીકાલે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠ સુઓમોટોની સુનાવણી હાથ ધરશે
હાઈકોર્ટે સરકારને લગાવી હતી ફટકાર
કોરોનાથી ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવાદના વમળમાં સપડાઇ છે. ત્યારે હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ સરકાર અને સિવિલનું તંત્ર દોડતું થયુ છે. રૂપાણી સરકાર સિવિલની છાપ સુધારવાના કામે લાગી ગઇ છે. જેના કારણે સિવિલમાં આખો માહોલ જ બદલાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 400થી વધુ દર્દીઓના મોત અમદાવાદ સિવિલમાં થયાં છે જેના કારણે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.