સરકાર કૃષિ કાયદા અંગે પુનર્વિચાર કરે, ખેડુતોની ધીરજની પરીક્ષા ન લે: શરદ પવાર

કૃષિ કાયદાઓ વિરૂધ્ધ ખેડુતો એકજુથ થયા છે, તો વળી સરકાર પણ પીછેહઠ કરવાનાં મુડમાં નથી, દિલ્હીમાં તંગદીલી ચાલુ છે, આ દરમિયાન વિપક્ષ પણ મોદી સરકાર પર હુમલો કરવાની સાથે-સાથે ચિમકી પણ આપી રહ્યા છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં વડા અને પુર્વ કૃષિ પ્રધાન શરદ પવારે સરકારને કૃષિ કાયદા અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી છે.

પુર્વ કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું કે સરકારને કૃષિ કાયદાઓ અંગે પુનર્વિચાર કરવો જોઇએ, આ કાયદાઓ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યા હતાં, તમામે સરકારને કહ્યું હતું કે સરકાર આ કાયદા અંગે ચર્ચા કરે, પરંતું વિપક્ષની વાતને ફગાવી દેતા સરકારે કૃષિ કાયદાઓને સંસદમાં ખુબ જ ઝડપથી પસાર કરી દેવામાં આવ્યા.

પુર્વ કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું કે એવું ન વિચારો કે હવે કેન્દ્ર સરકાર ખેડુતોની માંગને સાંભળવાનાં મુડમાં નથી, એટલા માટે આ આંદોલનને આગળ પણ ચાલું રહેશે, આ આદોલન હજું દિલ્હીની સરહદો સુધી જ મર્યાદિત છે, જો આ જ સમય પર નિર્ણય કરવામાં નહીં આવે તો આંદોલન અન્ય જગ્યાએ પણ ફેલાઇ જશે, હું સરકારને આગ્રહ કરૂ છું કે તે ખેડુતોની ધીરજની પરીક્ષા ન લે.

અત્રે ઉલ્લેખનિય છે કે ખેડુત આંદોલનનો આજે સોળમો દિવસ છે, અને દિલ્હીની સરહદે એકત્રિત થયા છે, સરકારનાં તમામ પ્રયત્નો હવે તેને નિષ્ફળ બનાવવાનાં છે, આ જે આ મુદ્દા પર મિડિયા સમક્ષ આવેલા કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે ફરી એક વખત ખેડુતોને ધરણા બંધ કરવાની અપિલ કરી.

તેની સાથે જ એક સવાલ પણ કર્યો કે ટિકરી બોર્ડર પર ખેડુતોનાં ધરણા સ્થળે દેશદ્રોહનાં આરોપી સરજીલ ઇમામનાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા, અને તેની મુક્તીનાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમરે પુછ્યું કે તેને ખેડુતોનાં આંદોલન સાથે શું લેવા-દેવા, તેમણે કહ્યું કે આ ખતરનાક છે અને ખેડુત સંગઠનોએ તેનાથી દુર રહેવું જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.