સરકાર મદદ નહીં કરે તો 6 મહિનામાં 30 ટકા રિટેલ દુકાનો બંધ થઇ જશે

કોરોના લોકડાઉનથી નાના વેપારીઓ મુશ્કેલીમાં

– વેપારીઓ માટે દુકાનનું ભાડું તથા કર્મચારીઓનો પગાર તથા હોલસલ વેપારીઓના બાકી બિલ ચૂકવવું એક પડકાર : 60 લાખ નોકરી પર જોખમ

જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો ૩૦ ટકા રીટેલ વેપારીઓ આગામી છ મહિનામાં બજારથી દૂર થઇ જશે તેમ રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(આરએઆઇ)ના સીઇઓ રાજગોપાલને જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે જો સરકાર રાષ્ટવ્યાપી લોકડાઉનની વચ્ચે ભારતના રીટેલ દુકાનદારોને મદદ નહીં કરે તો લગભગ ૩૦ ટકા રિટેલ વેપાર બંધ થઇ જશે. તેમણ જણાવ્યું હતું કે રિટેલ સેક્ટર ફેબુ્રઆરીથી ખૂબ જ પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઇ રહ્યું છે.

ફેબુ્રઆરીમાં રિટેલ વેપાર ૫૦ થી ૬૦ ટકા હતું જે માર્ચમાં લગભગ શૂન્ય થઇ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે દ્રશ્ય ખૂબ જ ખરાબ દેખાઇ રહ્યું છે મને લાગે છે કે આ સ્થિતિ ચાલુ રહેશે તો મોટા ભાગના રિટેલ વપારીઓની તકલીફ ખૂબ જ વધી જશે.

રાજગેપાલને જણાવ્યું છે કે છૂટક વેપારીઓને દરરોજ ચુકવણી કરવી પડી રહી છે અને આ સ્થિતિમાં તેઓ ખર્ચનું વહન કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ર છે. ભાડાનો ખર્ચ તેમની આવકનો આઠ ટકા અને પગાર ખર્ચ આવકના સાતથી આઠ ટકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને પુરવઠાકર્તાઓને પણ ચુકવણી કરવી પડે છે અને ચુકવણી હાલમાં વિલંબિત છે અને તેમની

પાસે કોઇ આવક નથી.

આરએઆઇના સીઇઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમનો ૮૫ ટકા ખર્ચ ફિક્સ છે. જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો મારું માનવું છે કે ૩૦ ટકા રિટેલ વેપાર આગામી છ મહિનામાં બજારમાંથી બહાર થઇ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.