ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી પણ આપી છે. રાકેશ ટિકૈતે રવિવારે ટ્વિટ કરીને લખ્યું છે કે હવે સરકરાનો ઈલાજ કરવો પડશે તે માનવા વાળી નથી. તેઓએ સાથે ખેડૂતોને ટ્રેક્ટર તૈયાર રાખવાનું પણ કહ્યું છે. જેથી ફરીથી દિલ્હી કૂચ કરી શકાય.
લગભગ 40 ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને રદ્દ કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને 26 જૂને 7 મહિના પૂરા થવા જઈ રહ્યા છે. આ દિવસે દિલ્હીના ગાઝીપુર, ટિકરી, સિંધુ બોર્ડર પર 26 નવમ્બરે ધરણા કરશે.
સરકાર અને ખેડૂત યૂનિયનની વચ્ચે અત્યાર સુધી 11 વાર વાતચીત થઈ છે. છેલ્લી વાર વાત 22 જાન્યુઆરીએ થઈ હતી. 26 જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના સમયે હિંસા બાદ બંને પક્ષની વાતચીત રોકી હતી.
સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે 3 નવા કાયદાને પરત લેવાની મનાઈ કરી છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.