સરકાર પણ નાણા ભીડમાં, નવી યોજનાઓ લોન્ચ કરવા પર લગાવી રોક

કોરોનાના કારણે દેશમાં લાગુ થયેલા લોકડાઉને ઈકોનોમીની કમર તોડી નાંખી છે.

દેશમાં સર્જાયેલી નાણાભીડ સરકાર પણ અનુભવી રહી છે.સરકારે હવે આગામી માર્ચ મહિના સુધી કોઈ પણ નવી સરકારી સ્કીમ લોન્ચ નહી કરવાનો નિર્ણય લીધો છે.આ આદેશ એવી યોજનાઓ પર છે જેનુ મુલ્યાંકન હાલમાં ચાલી રહ્યુ છે અથવા તો જે લોન્ચ કરવા માટે સરકારે મંજૂરી આપી હતી.જોકે આ રોક પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી યોજનાઓ પર લાગુ નહી પડે.

નાણા મંત્રાલયે કહ્યુ છે કે, કોરોનાના કારણે આર્થિક સંકટ વચ્ચે ખર્ચા પર કાપ મુકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત હેઠળ કરાયેલી જાહેરાતો માટે સરકાર ખર્ચ કરવાનુ ચાલુ રાખશે.

સરકારને નવી યોજનાઓ લોન્ચ નહી કરવાનો નિર્ણય ઘટતી આવકના કારણે લેવો પડયો છે.કેન્દ્ર સરરકારને એપ્રિલ દરમિયાન 27548 કરોડ રુપિયા આવક થઈ છે અને તેની સામે સરકારે 3.07 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

સરકાર હાલમાં લોન પણ વધારે લઈ રહી છે.વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે લોન લેવાનુ અનુમાન 7.80 લાખ કરોડથી વધારીને ને 12 લાખ કરોડ રુપિયા કર્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.