સરકારની નીતિઓની ટીકા ના કરતા, CISFના જવાનોને ચેતવણી

કેન્દ્ર સરકારના અર્ધલશ્કરી દળો પૈકીના એક સીઆઈએસએફ( સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના તમામ જવાનો તાકીદ કરાઈ છે કે, તેઓ જે પણ સોશ્યલ મીડિયા એકાઉન્ટ થરાવતા હોય તેની યુઝર આઈડીની જાણકારી આપે અને સાથે સાથે સરકારની નીતિઓની પણ ટીકા ના કરે.

સીઆઈએસએફમાં 1.62 લાખ જેટલા જવાનો ફરજ બજાવે છે.તેમના માટે લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, એવા સંખ્યાબંધ કિસ્સા બન્યા છે જેમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ જવાનો દ્વારા દેશની સંવેદનશીલ જાણકારી શેર કરવા માટે અને સરકારની ટીકા કરવા માટે કરાયો હોય.

નવી ગાઈડલાઈન પ્રમાણે સોશ્યલ મીડિયાના જેટલા પણ એકાઉન્ટ હશે તેની યુઝર આઈડી જવાનોએ જાણકારી આપવી પડશે. સાથે સાથે એવી ચીમકી પણ અપાઈ છે કે, નિયમોનુ ઉલ્લંઘન કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

સીઆઈએસએફના જવાનો દેશના તમામ એરપોર્ટ તથા સરકારી ઉદ્યોગો, સરકારી ઈમારતોની સુરક્ષા કરતા હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.