સરકાર પહેલા ગૂંગી હતી, હવે આંધળી-બહેરી પણ છેઃ રાહુલ ગાંધી

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આશા વર્કર દ્વારા હડતાળ પર ઉતરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આશા વર્કર્સ સાચા અર્થમાં હેલ્થ વોરિયર છે પણ આજે તેઓ પોતાના હક માટે હડતાળ પર જવા મજબૂર છે.સરકાર ગૂંગી તો હતી જ પણ હવે આંધળી અને બહેરી પણ હોય તેમ લાગે છે.

રાહુલે કહ્યુ હતુ કે, દેશના 6 લાખ આશા વર્કર બે દિવસની હડતાળ પર છે.તેઓ ઘરે ઘરે સ્વાસ્થ્ય સુરક્ષા પહોંચાડે છે.આજે તેમને પોતાના હક મેળવવા માટે હડતાળ પર ઉતરવુ પડ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આશા વર્કર્સ માંગણી કરી રહી છે કે, તેમને સમયસર પગાર આપવામાં આવે.તેમણે પગાર વધારાની પણ માંગણી કરી છે.જેથી કોરોના કાળમાં પણ તેઓ પોતાનુ કામ ચાલુ રાખી શકે.તેમની માંગણીઓને 10 કેન્દ્રીય યુનિયન સપોર્ટ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.