સરકાર પાસે નોકરીઓ આપવા પૈસા નથી અને ‘સેન્ટ્રલ વિસ્ટા’ પર 14000 કરોડનો ખર્ચ

એક તરફ કોરોનાના પગલે દેશનુ અર્થતંત્ર બેહાલ થઈ ગયુ છે, કરોડો લોકો બેકાર છે અને બીજી તરફ કેન્દ્ર સરકાર દિલ્હીમાં નવી સંસદ સહિતના સેન્ટ્રલ વિસ્ટા પર 14000 કરોડ રુપિયા ખર્ચવા જઈ રહી છે તેવો આરોપ એક્ટિવિસ્ટ અને વકીલ પ્રશાંત ભુષણે મુકયો છે.

ભુષણનુ કહેવુ છે કે, કેન્દ્ર સરકાર પાસે શિક્ષકોને નોકરી રાખવા માટે પૈસા નથી પણ નવા સેન્ટ્રલ વિસ્ટા માટે 14000 કરોડ રુપિયા છે.આ પ્રોજેક્ટમાં સંસદમાં નવી ઈમારત પાછળ થનારો 1000 કરોડ રુપિયાનો ખર્ચ સામેલ ન થી.તે ખર્ચ અલગ છે.આ ખર્ચ ત્યારે થઈ રહ્યો છે જ્યારે કોરોના સંકટ માથા પર છે.ઉપરાંત 20 ટકા બેકારી છે.જ્યારે સરકાર કહે છે કે, સરકારી નોકરીઓ માટે પૈસા નથી.તમને તુગલક અને નીરો યાદ નથી આવી રહ્યા …

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે.તેમણે કહ્યુ છે કે, દેશ જ્યારે મોટા નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે આટલી મોટી રકમને બરબાદ કરવાનુ કૃત્ય ગુનાઈત છે.આ બાબત પર સંસદમાં કેમ ચર્ચા નથી થઈ, સેન્ટ્રલ વિસ્ટાની ડિઝાઈન માટે કયા આર્કિટેક્ટને પસંદ કરાયો છે અને તેને કેવી રીતે પસંદ કરાયો છે , લોકો વચ્ચે આ આઈડિયા કેમ લાવવામાં નહોતો આવ્યો …તેના જવાબો સરકારે આપવા પડશે.

ઉલ્લેખનીય છે કે, સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ સંસદ અને આસપાસના વિસ્તારની કાયાપલટ કરવામાં આવનાર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.