સરકાર પ્રાઈવેટ સ્કૂલ સંચાલકોના ખોળામાં બેઠી, FRCએ આજ સત્રથી બમણી ફી કરવાની મંજુરી આપી,વાલીઓ નિરાશ

સુરત સહિત રાજ્યભરમાં એક સમયે સ્કૂલોની વધતી ફીને લઇને વાલીઓ દ્વારા લડત ચલાવામાં આવી હતી. જેને લઇને FRCએ સ્કૂલો પર ફીને લઇને અંકુશ લગાવાને લઇને વાલીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે FRC દ્વારા સુરતની સ્કૂલોની ચાલુ સત્રની ફી જાહેર કરવામાં આવી છે. જો કે આ ફીમાં કોઇ ઘટાડાને લઇને ફેરફાર ન કરાતાં વાલીઓમાં નિરાશા જોવા મળી છે. 

સુરતમાં ફી નિર્ધારણ સમિતિ દ્વારા ફી નક્કી કરવામાં આવી છે. આમ ફીમાં કોઇ ઘટાડાને લઇને ફેરફાર ન થતાં વાલીઓમાં નિરાશા જોવા મળી છે. 2017માં સરકાર દ્વારા ફી ઓછી લેવા માટે પહેલ કરાઇ હતી. ત્યારે સરકારની પહેલ સામે શાળા સંચાલકોએ પણ વિરોધ કર્યો હતો. જ્યારે વાલીઓએ ફી ઓછી કરવા લડત ચલાવી હતી.

આમ જે તે સમયે મોટી લડત ચલાવી હોવા બાદ પણ સ્થિતિ બદલાઇ નથી. જ્યારે ફી નિર્ધારણ સમિતિ સ્કૂલોને તગડી ફીને મંજૂર કરી રહી છે. સંચાલકો પોતાની નક્કી કરેલી ફી કરતાં વધુની દરખાસ્ત કરે છે. આ સામે શાળા સંચાલક દ્વારા દરખાસ્ત સામે નજીવી ફી ઓછી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.