સરકારે રેસ્ટોરા, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અનલોક-1 દરમિયાન કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને, હોટેલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ પ્રકારના પરિસરોમાં માત્ર લક્ષણો ન ધરાવતા હોય તેવા જ લોકોને અને એક જ સમયે સીમિત સંખ્યામાં આંગતુકોને પ્રવેશ આપવામાં આવે વગેરે બાબતો પર જોર આપવામાં આવ્યું છે અને તસવીરો સાથે દિશા-નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે.

અગાઉ ચાર જૂનના રોજ મંત્રાલયે સરકારી અને અર્ધસરકારી પરિસરો માટે માનક સંચાલન પ્રક્રિયાઓ (SOP) બહાર પાડી હતી પરંતુ હવે તેને સરખી રીતે સમજાવવા માટે મંત્રાલયે રંગબેરંગી તસવીરો ધરાવતા દિશા-નિર્દેશોના ફોર્મેટ બહાર પાડ્યા છે. તેમાં ‘જેમ જેમ આપણે અનલોક-1માં આગળ વધી રહ્યા છીએ તેમ-તેમ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા આપણા માટે કોવિડ સંબંધી યોગ્ય આચરણનું દરેક સમયે પાલન કરવું આવશ્યક બને છે.’ તેમ લખવામાં આવેલું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.