સરકાર માત્ર વખાણ ન સાંભળે, ટીકા પણ સાંભળે : રઘુરામ રાજન

ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે આશા રાખીએ કે મોદી સરકાર ટીકાઓ સાંભળે અને નિષ્ણાતોની સલાહ લે.

લંડનની કિંગ્સ કૉલેજમાં આયોજિત ટાઉન હૉલને સંબોધન કરતાં તેમણે આ વાત કરી હતી.

તેમને આર્થિક મંદી અને વધતી રોજગારી વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે સુધારી શકાય એ મામલે સવાલ કરાયો હતો.

રઘુરામ રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા માટે નિષ્ણાતોની સલાહ લાભદાયી રહેશે.

તેમણે કહ્યું કે બધી ટીકાઓને દબાવી દેવી સરકાર માટે નુકસાનકારક છે.

હું દૃઢપણે માનું છે કે ટીકાઓને દબાવવાનો મતલબ એ કે તમે પ્રતિભાવો સાંભળવા માગતા નથી. જો તમે પ્રતિભાવ ન સાંભળો તો યોગ્ય સમયે યોગ્ય કામ કરી શકતા નથી.

ભારતમાં ઘણા અર્થશાસ્ત્રીઓ અને બુદ્ધિશાળી લોકો છે જે સલાહ આપી શકે છે. આથી એ મહત્ત્વનું છે કે સરકાર તેમની સલાહ લે અને તેના પર વિચારવિમર્શ કરીને તેનો અમલ કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.