સરકારે અમલમાં મૂકેલી, કોરોનાની ગાઈડલાઈન, નિયમોનો કર્યો ભંગ,આવુ કરનાર….

કોરોના કહેરમાં ગાયક કલાકાર સાથે માસ્ક પહેર્યા વગર ઘોડે ચઢી ટોળુ ભેગુ કરનારા ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા ફરીવાર ઘોડી ચઢી, DJપણ વગાડયુ.

ભાજપના જ આ ધારાસભ્ય માસ્ક વગરનું ટોળુ અને સોશિયલ ડિસ્ટન્સ અને DJવગાડી જાણે ગુજરાત સરકાર, પોલીસને ”પહેલાય શું ઉખાડયું તે હવે બગાડશો?” એવો પડકાર ફેંકતા એમ એક વિડિયોમાં દૃશ્યમાન થઈ રહ્યા છે. 

વાઈરલ થયેલો વીડિયો જોઈને અમદાવાદ, સુરત સહિત રાજ્યભરના સામાન્ય નાગરિકો કોરોનાના નામે ફોજદારી ગુનો, જેલ અને દંડ વસૂલનો ડર દેખાડતી પોલીસ ભાજપના ધારાસભ્યોના ખિસ્સામાં હોય તેવી ટીકા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.