કેન્દ્ર સરકારે પણ દરેક સરકારી વિભાગને ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ સાથે જોડી દીધુ છે. હવે સરકારી વિભાગ પોતાના ઉપયોગ માટેની વસ્તુઓ અને સેવાઓને ઇ પોર્ટલ પરથી ખરીદશે.
તમે તમારા ઘરમાં રહીને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો. જેના માટે તમારે જેમ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ તમે સરકારી વિભાગોની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરી શકો છો. આવુ કરવા માટે તમારે મેન્યુફેર્ચરર્સ સાથે સંપર્ક કરવો પડશે અને ડિમાન્ડ આવવા પર ત્યાંથી માલ આગળ સપ્લાય કરી શકાશે. સરકારી વિભાગ પોતાના માટે 50 હજાર રૂપિયાનો સામાન ઇ પોર્ટલ માટે ખરીદી શકે છે.
કોઇ પણ વિક્રેતા જે ઉત્પાદન કરે છે તે વ્યક્તિ જેમ પર વેચાણ કરી શકે છે.
જેમ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ છે. અરજદારે જેમ પર ફોર્મ અને તેની વિગતો ભરવાની રહેશે અને જેમ પર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવો પડશે. એકવાર રજિસ્ટર થયા પછી,સરકાર એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા કોઈપણ ટેન્ડર વિશે માહિતી આપશે.
જેમ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે આવેદન કરનારનું પેન કાર્ડ, ઉદ્યોગ આધાર કે એમસીએ 21, વેટ/ટિન નંબર, બેંકનું ખાતુ અને કેવાયસી જેવા દસ્તાવેજ જોઇશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.