સરકારે એવો નિયમ બનાવવો જોઇએ કે જે, કંપની પાણીના બિલને લઇને કોર્ટમાં જાય છે, તેણે બિલના રૂપિયા તો ચૂકવવા જ પડશે

રાજ્યના જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 17 જિલ્લાના માત્ર 114 ઉદ્યોગોના પાણી બીલોની બાકી રકમ 3349 કરોડ રૂપિયા થવા જાય છે. આ રકમ પૈકી 1351 કરોડ રૂપિયા તો છેલ્લા પાંચ વર્ષથી આ ઉદ્યોગોએ ભર્યાં નથી. સરકારી વિભાગ ઉદ્યોગોને માત્ર નોટીસ આપે છે

સરકારે ઇન્ડસ્ટ્રીયલ વોટરના દરો નિયત કરેલા છે પરંતુ જો કોઇ એકમ પાણીના દર ચૂકવે નહીં તો તેની પાસેથી પેનલ્ટી અને વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય છે.

પાણી વાપરીને કેટલાક ઉદ્યોગોએ અદાલતનો આશરો લીધો હોવાથી સરકાર તેમની સામે કોઇ પગલાં ભરી શકતી નથી આમ છતાં વિભાગ કહે છે કે ઉદ્યોગોને બાકી બીલો ભરવા માટે કહેવામાં આવે છે.

લોકડાઉનના સમયમાં સરકારે બીજળીના બિલ અંગે આવું જ કર્યું હતું. લોકોને ખૂબ જ વધુ બિલ આવ્યા હતા. લોકો જ્યારે વીજ કંપનીમાં ફોન કરતા તો તેમને કહેવાતું કે લોકડાઉનને કારણે મીટર ચેકિંગ ન થયું હોવાથી સરેરાશ બિલ આપ્યા છે. પછીથી મજરે આપવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.