સરકારે ફ્લાઇટના નિયમો બદલ્યા, જાણો ક્યારથી મોંઘી થશે ફ્લાઇટની ટિકિટો…

જો તમે હવાઈ મુસાફરી કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હવેથી એટલે કે 1 સપ્ટેમ્બરથી તમારા ખિસ્સા પર મુસાફરીનો ભાર વધશે. કેન્દ્ર સરકારે એરપોર્ટ યાત્રીઓની પાસેથી લેવાતી સિક્યોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં 10 રૂપિયા પ્રતિ યાત્રીનો વધારો કર્યો છે. હવે આ ફી 160 રૂપિયા પ્રતિ યાત્રી કરી દેવામાં આવી છે. આ વધારો 1 સપ્ટેમ્બરથી લાગૂ કરાશે.

ફી વધારવાનું કરણ

એરપોર્ટ પર વધતા સુરક્ષા ખર્ચને આગળ વધારવા માટે એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરાયો છે. તેનાથી હવાઈ યાત્રા મોંઘી થવાની સંભાવના સેવાઈ રહી છે. સીઆઈએસએફ દેશના 61 એરપોર્ટ પર સુરક્ષા આપે છે. કોરોના વાયરસના કારણે એરપોર્ટ પર ફૂટફોલમાં ઘટાડો થયો છે. જેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે. આ સિવાય સીઆઈએસએફ મુસાફરોની તપાસ માટે પીપીઈ સૂટ, માસ્ક, ગ્લવ્ઝ જેવી વસ્તુઓનો ઉપયોગ પણ કરી રહી છે. તેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે.

કોનો હતો આદેશ

એવિએશન સિક્યોરિટી ફીના વધારાના સંબંધમાં એવિએશન મિનિસ્ટ્રીએ 13 ઓગસ્ટે આદેશ જાહેર કર્યો છે. આદેશના આધારે સરકારે એરક્રાફ્ટ રૂલ્સ 1937માં આપવામાં આવેલી શક્તિઓનો ઉપયોગ કરીને એવિએશન સિક્યોરિટી ફીમાં વધારાને મંજૂરી આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.