બ્રિટનની સંસદમાં પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ચર્ચા થઈ છે. આ ચર્ચા એક ઓનલાઈન પેટીશન પર લોકોના મળેલા સમર્થન બાદ થઈ. તેમાં બ્રિટિશ સરકારને અપીલ કરાઈ કે તેઓ ભારતસરકાર પર આંદોલનરત ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને લઈને નક્કી દબાવ બનાવે.
મળતી માહિતી અનુસાર આ પેટીશન પર લગભગ 1.16 લાખ લોકોએ સાઈન કર્યા છે.
સાંસદ પાર્લામેન્ટમાં ફિઝિકલી હાજર રહે. ખેડૂત આંદોલનને સૌથી મોટી લેબર પાર્ટીનું સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના 12 સાંસદ જેમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન પણ સામેલ હતા. તેઓએ પણ પહેલા એક ટ્વિટમાં ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
મંત્રીએ કહ્યું કે ભારતની સાથે યૂએન સિક્યોરિટી કાઉન્સિલ અને જી-7 સમિટના સારા પરિણામ મળ્યા છે. બંને દેશના સંબંધ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવાના કામમાં આવશે. તેનાથી ભારત અને યૂકેમાં પણ સમૃદ્ધિ આવશે. મંત્રીએ કહ્યું કે બંને દેશના સંબંધો સારા હોવા છતાં આપણે મુશ્કેલ મુદ્દાને ઉઠાવવાથી અટકીશું નહીં. તેઓએ આશા રાખી છે કે જલ્દી ભારત સરકાર ખેડૂત યૂનિયનની સાથે વાતચીતનું સકારાત્મક પરિણામ આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.