સહકારી બેંકોને મર્જર કરવાના RBI ના આદેશને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેન્કોને મર્જર કરવાના આદેશને પગલે સ્ટેટ ફો.ઓપેરેટિવ બેન્કોના અસ્તિસ્વ સામે સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે સુરતની 112 વર્ષ જૂની બેન્કનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે.
અગાઉ પણ ખેડૂતોના વિરોધના કારણે ત્રણ વખત આ બેન્કને મર્જ કરવાનો નિર્ણય પડતો મુકાયો છે પરતું હવે RBIના આદેશ પ્રમાણે આ બેન્કો સામે પણ જોખમ તોડાઈ રહ્યું છે.
મહત્વનું છે કે રાજ્યોએ RBIને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કો અને સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કોમાં મર્જર કરવાનો આગ્રહ કર્યો એ પછી જ RBIએ નવી ગાઈડલાઈન બહાર પાડી બન્કોને મર્જર કરવાનો નિર્ણય કર્યો છે.
RBI બેન્કોના મર્જર પર બેન્કના શેરહોસ્લર્સની મંજૂરી કે સહમતી જરૂરી છે. આ સિવાય રાજ્ય સરકારના પ્રસ્તાવનું નાબાર્ડ પરીક્ષણ કરશે અને પ્રસ્તાવની ભલામણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.