સરકારી બેંકોની સૌથી ખરાબ હાલત મનમોહન સિંહ અને રઘુરામ રાજનના સમયે હતીઃ નિર્મલા સીતારમન

ભારતની સરકારી બેંકોની સૌથી ખરાબ હાલત ત્યારે હતી જ્યારે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને RBI ગવર્નર રઘુરામ રાજન હતા. આ દાવો નાણામંત્રી નિર્મલા સીતારમને કર્યો છે.

તેમણે આ વાત અમેરિકાની કોલંબિયા યૂનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહી હતી. તેમણે એવું પણ કહ્યું કે, આજે સરકારી બેંકોને બચાવવી તેમની પ્રાથમિકતા છે. હું એક વિદ્વાન તરીકે રઘુરામ રાજનનો આદર કરું છું, જેમણે એવા સમયે RBIના ગવર્નર બનવાનું સ્વીકાર્યું જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા સારા સમયમાં હતી.

રાજને અમુક સમય પહેલા કહેલું કે, મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અર્થવ્યવસ્થાના સ્તરે સરકારનું પ્રદર્શન સારુ નહોતું. કારણ કે નેતૃત્વ વધારે વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયું હતું. અને તેમની પાસે આર્થિક વિકાસના એજન્ડાને લઈને કોઈ સમજ જ નહોતી.

જ્યારે સીતારમનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, તેમના કાર્યકાળ દરમ્યાન RBIમાં કામ બરાબર નહિ થયું. રાજને RBIના ગવર્નર રહેતા, દેવું નેતાઓને ફોન પર જ આપી દેવામાં આવતું હતું.

નિર્મલા સીતારમન અનુસાર, તેમને કરેલા નુકસાનથી બહાર નીકળવા માટે સરકારે હવે બેંકોમાં નાણા નાખવા પડી રહ્યા છે. તેમણે કહ્યું, ડૉ. મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને મને ખાતરી છે કે ડૉ.રાજન પણ મારી આ વાતથી સહેમત થશે કે ડૉ. સિંહ પાસે ભારતને લઈને એક એજન્ડા હતો. આ વાતોનો મતલબ કોઈની મજાક ઉડાવવા માટે નહિ પણ તથ્ય સામે લાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.