નાણા મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ ખાનગીકરણને સરકારની પ્રાથમિકતા જણાવતા કહ્યુ કે, જે પણ વેચાઈ શકે તેમ છે તેને વેચી દેવામાં આવશે. તેના સિવાય સરકાર સિલેક્ટેડ પીએસયુમાં પોતાની હિસ્સેદારી 51 ટકાથી નીચે લાવવાની યોજના બનાવી રહી છે.
PSUમાં હિસ્સેદારી 51% થી ઘટી જશે
અધિકારીએ કહ્યુકે, સરકારની હિસ્સેદારી 51 ટકા કરતાં ઓછી કરવા માટે કાયદામાં અમુક સંશોધન કરવાની જરૂર છે. સાથે જ તેની સાથે સુનિશ્વિત કરવામાં આવશે કે, આ કંપનીઓ કેન્દ્રીય સતર્કતા આયોગ અને કેગના નિયંત્રણથી બહાર આવી શકે. અધિકારીએ કહ્યુકે, કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વમાં સાર્વજનિક ઉપક્રમોમાં ઓછામાંઓછી 51 ટકા હિસ્સેદારી રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે મંત્રીમંડળે જ આ હિસ્સેદારીને નીચે લાવવાનો નિર્ણય કરવો પડશે.
અધિકારીએ કહ્યુકે, સરકાર સિલેક્ટેડ ક્ષેત્ર ઉપક્રમોમાં પોતાની ઈક્વિટી હિસ્સેદારી 51 ટકાથી નીચે લાવવાની યોજના બનાવી રહી છે. અધિકારીએ જણાવ્યુકે, આ પગલા સંભવ છે. એટલા માટે કંપની કાયદાની ધારા 241માં સંશોધન કરવાની જરૂર રહેશે. તેમણે કહ્યુકે, આવતા ત્રણ-ચાર વર્ષમાં સરકારની પ્રાથમિકતા ખાનગીકરણની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.