લો બોલો કહેવાતા વિકસીત ગુજરાતના આ શહેરમાં પતરાના શેડમાં ચાલી રહી છે સરકારી હૉસ્પિટલ, 60 ગામના દર્દીઓ ભોગવે છે હાલાકી

હોસ્પિટલ કે દવાખાનામાં વ્યક્તિ ત્યારે જાય છે ત્યારે તે બીમાર હોય. પરંતુ ગુજરાતમાં એક એવી હોસ્પિટલ આવેલી છે જે ખુદ બીમાર છે. આ બીમાર હોસ્પિટલની સારવાર કરવામાં સરકારને જાણે રસ જ નથી. જેના કારણે હજારો દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કઈ છે આ હોસ્પિટલ? કેવી છે તેની દશા?

વલ્લભીપુર શહેરમાં સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધા હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. વાત ભાવનગરના વલ્લીભીપુરમાં આવેલી સરકારી હોસ્પિટલની છે. જે તંત્રના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલ જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે. જેના કારણે દર્દીઓની સુરક્ષા માટે હાલ હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે.જોકે તંત્ર દ્વારા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પતરાના શેડ નીચે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. વલ્લભીપુરમાં 40થી વધુ ગામડાઓ આવેલા છે. જેના હજારો દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે. પરંતુ પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળતાં તેમને ભાવનગર ખસેડવા પડે છે. હાલ તો શિયાળો ચાલુ છે. પરંતુ ઉનાળાની ગરમીમાં પતરા તપશે તો દર્દીઓની હાલત કેવી થશે તે વિચાર જ ચિંતા વધારનારો છે. ત્યારે હાલ તો વલ્લભીપુરમાં નવી હોસ્પિટલ બિલ્ડિંગના નિર્માણું કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં આવેલી સરકારી હોસ્પિટલ જર્જરિત બનતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત હોય દર્દીઓની સુરક્ષા માટે હાલ તેને ખાલી કરી દેવાયું છે. તેમજ હોસ્પિટલનું તમામ સારવાર સહિતની કામગીરી હાલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા પતરાના શેડમાં ચાલી રહી છે. વલભીપુર તાલુકામાં 40થી વધુ ગામો આવેલા છે, જેના હજારો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લાના હજારો વાહનો વલભીપુર થઈને પસાર થતા હોય અનેક અકસ્માત પણ સર્જાય છે.

અકસ્માતના દર્દીઓને અહીં બિલ્ડીંગ જર્જરિત હોય પૂરતી સુવિધા પણ મળતી નથી, જેના કારણે દર્દીઓ ભાવનગર રીફર કરવા પડે છે. સાથે હજુ શિયાળો ચાલુ છે ત્યારે ઠંડી અને થોડા દિવસોમાં ઉનાળાની ગરમી પણ પતરાના શેડ નીચે દર્દીઓને સહન કરવાનો વારો આવશે. ત્યારે વલભીપુરમાં નવી હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરાય તેવી લોકોની પણ માંગ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.