નાયબ મુખ્મમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને લઈ નવા વર્ષની શરૂઆતમાં એક મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 5 ટકા DA મળશે.
આપને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સરકારી કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીના પગારમાં આ 5 ટકાનો વધારો ચુકવાશે. 1 જુલાઈ 2019થી મોંધવારી ભથ્થું ચુકવાશે. આ વધારા સાથે હવે 12 ટકાની જગ્યાએ 17 ટકા મોંઘવારી ભથ્થુ મળશે.
આ પગલાથી રાજ્ય સરકાર પર વાર્ષિક લગભગ 1,821 કરોડ રૂપિયાનો બોજ વધશે. ઉપરાંત તેમણે કહ્યું કે 1 જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીનું એરિયર્સ બેથી 3 તબક્કામાં ચુકવાશે. એરિયર્સ ચૂકવવાની જાહેરાતનો નિર્ણય ટૂંક સમયમાં કરાશે. એમ નીતિન પટેલે જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.