Bank Recruitment 2024: કેનેરા બેંકમાં બહાર પડેલી ભરતી પર અરજી કરવા ઇચ્છુક લોકો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના બમ્પર પદો માટે અરજી કરી શકે છે. હાલ ફક્ત નોટિસ રિલીઝ (Bank Recruitment 2024) કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન શરૂ નથી થયા. 21 સપ્ટેમ્બર 2024થી રજીસ્ટ્રેશન શરૂ થશે.
કઈ રીતે કરવું એપ્લાય?
કેનેરા બેંકના એપ્રેન્ટિસ પદો પર ફક્ત ઓનલાઈન અરજી કરી શકાય છે. તમારે બેંકની ઓફિશ્યલ સાઈટ canarabank.com પર જવાનું રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી અમુક 3000 પદો પર યોગ્ય કેન્ડિડેટ્સની નિયુક્તિ થશે. એપ્લિકેશન 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે.
અહિયાં રજીસ્ટર કરવું ફરજીયાત છે
કેનેરા બેંકના અપ્રેન્ટિસ પદો પર અરજી કરતા પહેલા કેન્ડિડેટ્સ અપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે. જો તમે પહેલાથીર રજીસ્ટર કરેલું છે, તો તમે સીધા બેંકની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. જો તમને હજુ સુધી રજીસ્ટ્રેશન કરેલું નથી, તો તમારે www.nats.education.gov.in પર જઈને પોતાને રજીસ્ટર કરવાનું રહેશે. જો પોર્ટલ પર રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય છે તે જ આ પદો માટે અરજી કરી શકે છે.
કોણ કરી શકે છે અરજી?
અરજી કરવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હોય એ જ કેન્ડિડેટ યોગ્ય છે. તેમજ ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેન્ડિડેટનો જન્મ 1-9-1996થી 1-9-2004ની વચ્ચે થયેલો હોવો જરૂરી છે.
શું હશે સિલેકશન પ્રોસેસ?
કેન્ડિડેટને કોઈ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી પરંતુ તેમના ડોક્યુમેન્ટને આધારે મેરિટ બનાવવામાં આવશે અને તેના આધારે તેમનું સિલેક્શન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.