સરકારી શાળામાંથી બાળકો પાસે, કરાવવામાં આવતી મજુરીનું ચિત્ર,આવ્યું છે સામે

સરકારી શાળામાંથી બાળકો પાસે કરાવવામાં આવતી મજુરીનું ચિત્ર સામે આવ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજુરી કામ કરાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.

બાળકોને પેનને બદલે પાવડો પકડાવીને મજુરીકામ કરાવ્યા હોવાનું ખુલતા વાલીઓમાં પણ આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. આવી શાળાના આચાર્ય સામે કડક પગલાં ભરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે. બેડલા સરકારી શાળામાં હાલમાં ધો.6થી8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. બપોરના સમયે બુધવારે 11 વાગ્યા આસપાસ કેટલાક વિદ્યાર્થીઓ સ્કુલે પહોંચી જાય છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ મજુરીકામ કરાવવામાં આવતું હોવાના વીડિયો વાયરલ થતા શિક્ષણતંત્ર સફાળું જાગ્યું છે. જોકે, શિક્ષણ જગતના મોટા અધિકારીઓ તરફથી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. ઢાંકપિછાડો કરવામાં આવી રહ્યો છે. આવો વીડિયો ફરતો થતા ગામના લોકોમાં પણ રોષની લગાણી વ્યક્ત થઈ છે. આચાર્ય સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઊઠી છે.

આ દરમિયાન એક વિદ્યાર્થી આવ્યો. એટલે એને ભૂલથી કામ અપાઈ ગયું હશે. આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં વિદ્યાર્થી પાવડા વડે કપચી ઉલેચીને હાથલારીમાં ભરી રહ્યો છે. એની ક્ષમતા કરતા વધારે કામ કરાવ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.