સરકારના ગેરકાયદે કતલખાનાઓમાં 8 વર્ષમાં આટલા કરોડ નિદોર્ષ જીવની કતલ

રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની માલિકીના ૪૦ જેટલા કતલખાના મંજૂરી વગર ગેરકાયદે ચાલી રહ્યાં છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન એક્ટ, ૨૦૦૬ અને FSSAIનો પરવાનો લેવો ફરજિયાત છે. પરવાનો લેવાનું સરકાર 8 વર્ષથી ભૂલી ગઈ હોવાથી કતલખાના બંધ કરી દેવા માટે ધી એનિમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે.

કાયદાનું પાલન કરાવનાર સરકારે પોતે પશુ કતલખાનાના પરવાના લીધા નથી. સરકારના 8 કતલખાનામાં 3 કરોડ પશુ, પક્ષીઓની કતલ થાય છે, ૨૦૧૧થી અમલી કાયદા પ્રમાણે 8 વર્ષોમાં ભાજપ સરકારે 23થી 25 કરોડ જીવની ગેરકાયદેસર કતલ કરી નાખી છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ કાયદા હેઠળ પરવાના મેળવવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો તેનો અમલ હજુ થયો નથી

વર્ષે કતલની પરવાનગી ભેસ ૧૦, ૪૩૦, ઘેટા ૫૪, ૧૧૦, બકરા ૭૮, ૭૫૦, ભૂંડ ૪,૨૪૦ તથા મરઘા 3 કરોડ મારી નાંખવામાં આવે છે જે અહિંસામાં માનતા ગુજરાતમાં લોકો ખાય છે. જેમાં ઘણાં ધર્મના લોકો ખાઈ રહ્યાં છે

ધી એનિમલ વેલફેર ફાઉન્ડેશને મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય કતલખાના સમિતિ, ખોરાક અને ઔષધ વિભાગને કતલખાના બંધ કરી દેવા 7 દિવસની નોટિસ આપી છે. તે માટે જે અધિકારીઓ જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવા માટે આદેશ આપ્યો છે. દંડ અને સજા કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.