કોરોનાને ધ્યાનમાં લઈ ને,આ વર્ષની મકરસંક્રાંતિમાં, સરકારની ગાઈડલાઈન મુજબ મકરસંક્રાંતિ ઉજવી શકશે

આગામી ઉતરાણના તહેવારમાં રાજ્ય સરકાર કોઈ પણ ચૂક કરવા માગતી નથી. ઉત્તરાયણના તહેવારમાં ધાબા ઉપર ટોળા એકઠા થઈને પતંગ ચગાવી શકાશે નહીં.

આ અંગેની ચોક્કસ ગાઇડલાઇન કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ જાહેર કરવામાં આવશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુમાં કહ્યું હતું કે ધાબા ઉપર 50 લોકોથી વધુને ભેગા થવાની મંજૂરી આપવામાં નહીં આવે. ધાબા ઉપર એક જ પરિવારના લોકો સાથે મળીને પતંગ ઉડાડી શકશે, તે માટે નિણર્ય લેવામાં આવશે.

જો કે હજી આ અંગે કોઇ સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી પરંતુ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે એટલે આ વર્ષે મકરસંક્રાન્તિનો તહેવાર ધાબાઓ કે મકાનોની છતો પર મોટા પ્રમાણમાં ટોળાઓ ભેગા કરીને ધામ ધૂમથી ઉજવી શકાશે નહીં તે નક્કી માનવામાં આવે છે.

ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ધામ ધૂમથી ઉજવાય છે અને સુરત, અમદાવાદ જેવા શહેરોમાં તો લોકો રાત્રે જ પતંગની ખરીદી કરવા નીકળે છે અને ઉત્તરાયણ અને તેની આજુબાજુના દિવસોમાં ધાબાઓ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય છે. રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુને હાલ તો મકર સંક્રાન્તિ સુધી લંબાવી જ દેવાયો છે ત્યારે ટૂંક સમયમાં આ તહેવારને લગતી ગાઇડ લાઇન બહાર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.