સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી ફેલાય છે કોરોના સંક્રમણ: AIIMSના ડૉક્ટરે કર્યો દાવો

AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ 3થી 5 દિવસ સુધી રહે છે. સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.

સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોક્ટરે અપીલ કરી છે કે 2 ઓક્ટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જોડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમા બંધ કરીને 3 દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.