સસ્તા અનાજની દુકાનમાં ખરાબ અનાજનું વિતરણ, ભેળસેળ કરનાર સામે કાર્યવાહીની રામ મોકરિયાની માગ…

રાજકોટમાં સાંસદ રામમોકરિયાએ પણ સસ્તા અનાજના દુકાનદારો નબળી ગુણવત્તાનું અનાજ આપતા હોવાનો દાવો કર્યો છે

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ખરાબ અનાજ વિતરણ થતું હોવાનો આરોપ લાગ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન રાજુ જુંજાએ જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી. સાંસદ રામમોકરિયાએ પણ સસ્તા અનાજના દુકાનદારો નબળી ગુણવત્તાનું અનાજ આપતા હોવાનો દાવો કર્યો છે. તેમજ ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ખરાબ અનાજ મળતું હોવાનો આક્ષેપ

સાંસદ રામ મોકરીયાની રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ભેળસેળની જ્યાં શંકા હતી ત્યાંથી સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. તેમજ લેબોરેટરી તપાસના રિપોર્ટમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

‘કેલક્ટરને તે બાબતે રજૂઆત કરી છે’

સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું કે, આજે પુરવઠા ખાતાની રજૂઆત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે ત્યારે અને સરકાર કરોડો-અબજોનો ખર્ચ કરે છે ત્યારે આ અનાજના મારી પાસે નમૂના આવ્યા હતા. તે ભેળસેળવાળા અથવા જીવ-જંતુવાળા હતું. જેના પગલે મેં કેલક્ટરને તે બાબતે રજૂઆત કરી છે કે, આ અનાજની તપાસ કરો કે, આ ભેળસેળ ક્યાં થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.