સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો… રસપ્રદ છે આ પરંપરા..

importance of shitala satam : આજે રાંધણ છઠ્ઠનો દિવસ છે.. . આખો દિવસ ગૃહિણીઓ રસોઈ બનાવશે, અને આ વાસી રસોઈ આવતીકાલે સાતમના દિવસે ખાવામાં આવે છે, પરંતુ સાતમે વાસી ખાવાની પરંપરા કેવી રીતે પડી આવો જાણીએ

શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ પરંતુ આ માસમાં બોળચોથથી લઈને જન્માષ્ટમી સુધીની સળંગ તહેવારો આવી જાય છે, જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે, આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી, શું ખાવું તમામ વાતોનું અલગથી મહત્વ છે. આજે ગુજરાતમાં છઠ ઉજવાશે, આવતીકાલે સાતમ અને પછી અષ્ટમી. સાતમના દિવસે ગુજરાતમાં વાસી ખાવાની પ્રથા છે. પણ શું તમને ખબર છે કે, આ દિવસે વાસી ખાવાની પ્રથા કેવી રીતે પડી. ચાલો જાણીએ.

શીતળા સાતમ પર શીતળા માતાની વ્રતકથા અને પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમમાં વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે વ્રત કરનાર શીતળા સાતમના દિવસે વિશેષ પૂજાવિધિ કરે છે અને તેનું વાચન કરે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સમગ્ર જીવન શીતળતાનો અનુભવ થાય છે.

શીતળા સાતમની વ્રતકથા:

કથા પ્રમાણે કોઈ ગામમાં દેરાણી-જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા. સાસુની બંને પુત્રવધૂના ઘરે એક એક દીકરા હતા. દેરાણી-જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની પુત્રવધૂને રાંઘવા બેસાડી, નાની પુત્રવધૂ મોડી રાત સુધી રાંઘતી રહી. આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. પોતાના બાળકને રડતા જોઈ માએ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ, દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોતજોતામાં સૂઈ ગઈ. નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ.

આવજે ને.. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા, જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી , આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. જેઠાણએ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારા માથામાંથી જૂ કાઢી આપું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો..

વ્રતની વિધિ:

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે, વ્રત કરનાર સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીએ સ્નાન કરે છે, અને આખો દિવસ ટાઢું ખાય છે, આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરાય છે, આ વ્રત કરવાથી ધન-સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.