18 વર્ષથી નીચેની ઉંમરે,2018 અને 2019 એમ સતત બે વર્ષ સુંધી,રહી ટોપ પર

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સાયરા ગામનાં વતની અને મોડાસા ખાતે રહેતી નિલાંશી પટેલે પોતાના સુંદર વાળ અમેરિકાના Ripley belive it or not મ્યુઝિયમમાં ડોનેટ કરી અનેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની છે

અરવલ્લીના સાયરા ગામનાં વતની અને મોડાસા ખાતે રહેતા શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને કામિની પટેલની પુત્રી નિલાંશી પટેલે 1 ઓગષ્ટ 2020નાં રોજ વિશ્વમાં સૌથી વધું લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ નોંધાવી વૈશ્વિક ફલક પર અરવલ્લીનું નામ ગુંજતું કર્યું હતું.

નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ધોરણ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને ભણવામાં પણ અવ્વલ છે.

18 વર્ષથી નીચેની ઉંમરે 2018 અને 2019 એમ સતત બે વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.