આજે લાભ પાંચમ છે અને તેની શરૂઆત સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની સાથે કરી છે. સતત ત્રીજા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશના મુખ્ય શહેરોનાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવ લગભગ 75.50 રૂપિયા મોંઘા થઈ ગયા છે. વધેલી કિંમતો આજથી લાગૂ કરી દેવામાં આવી છે.
સરકારી ઓઈલ કંપનીઓ HPCL, BPCL અને IOC તરફથી નવો ભાવવધારો આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 605 રૂપિયાથી વધીને સીધી જ 681.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 119 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
સતત ત્રીજા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 3 મહિનામાં કુલ મળીને 105 રૂપિયાનો વધારો થયો છે. 3 મહિના પહેલા ઓગસ્ટમાં સિલિન્ડરનો ભાવ 574.50 રૂપિયા હતો.
કોલકાતામાં તેની કિંમત 706 રૂપિયા છે. મુંબઈ અને ચેન્નાઈમાં, 14.2 કિલો અને સબસિડીવાળા સિલિન્ડરોની કિંમત અનુક્રમે 651 અને 696 રૂપિયા છે.
તો દિલ્હીમાં 19 કિલો સિલિન્ડરની કિંમત વધારીને 1204 રૂપિયા કરવામાં આવી છે. કોલકાતામાં તેની કિંમત 1258 રૂપિયા, મુંબઈમાં 1151.50 રૂપિયા અને ચેન્નઈમાં 1319 રૂપિયા રાખવામાં આવી છે.
વાત એમ છે કે, દર મહિનાની પહેલી તારીખે ઈંધણ કંપનીઓ LPG સિલિન્ડરોના ભાવોની સમીક્ષા કરે છે. તેને જ કારણે સતત ત્રીજા મહિને સબસિડી વગરના LPG સિલિન્ડરોની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.
ઑક્ટોબર મહિનામાં દિલ્હીમાં 14.2 કિલો અન સબસિડીવાળા સિલિન્ડર માટે 605 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોલકાતામાં તેની કિંમત 630 રૂપિયા હતી. મુંબઈ અને ચેન્નાઈમાં, 14.2 કિલો અન સબસિડીવાળા સિલિન્ડરોની કિંમત અનુક્રમે 574.50 અને 620 રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.