સતત વકરતી જતી સ્થિતિની ગંભીરતા, એકિટવ કેસની ઝડપથી વધતી જતી સંખ્યા ઉપરથી, આવે છે ખ્યાલ

અમદાવાદ શહેર ઉપર કોરોના રૂપી ગાજ ઉતરી આવી છે.શહેરમાં મંગળવારે ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૨૫૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ૨૩ લોકોના મોત થવા પામ્યા છે.સતત વકરતી જતી સ્થિતિની ગંભીરતા એકિટવ કેસની ઝડપથી વધતી જતી સંખ્યા ઉપરથી ખ્યાલ આવે છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણની સામે તંત્રના તમામ પ્રયાસો વામણાં સાબિત થઈ રહ્યા હોય એમ રોજરોજ નવી હોસ્પિટલો,નર્સિંગ હોમ સહિતનાને કોવિડ ડેઝિગ્નેટેડ કે કોવિડ ડેડીકેટેડ જાહેર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રને ફરજ પડી રહી છે. અમદાવાદ શહેરની માઠી બેઠી હોય એમ સોમવારે શહેરમાં કોરોનાના ૧૯૦૭ કેસ નોંધાયા હતા.મંગળવારે ૨૪ કલાકમાં નવા ૨૨૫૧ કેસ નોંધાયા છે

મંગળવારે શહેરમાં કુલ ૪૧૧ દર્દીઓ કોરોના મુકત થતાં અત્યાર સુધીમાં શહેરમાં ૭૧૬૦૭ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં સોમવારે એકિટવ કેસ ૫૭૦૫ હતા જે વધીને મંગળવારે ૬૭૮૮ ઉપર પહોંચ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.