સતત 17મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ છેલ્લા 17 દિવસમાં પેટ્રોલના ભાવમાં કુલ 8.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 10.01 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી પ્રાઇસ નોટિફિકેશન અનુસર દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોેલનો ભાવ 79.56 રૂપિયાથી વધીને 79.96 રૂપિયા થયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 78.55 રૂપિયાથી વધીને 79.40 રૂપિયા થયો છે.
આ સાથે ડીઝલનો ભાવ અત્યાર સુધીનો સૌૈથી વધુ છે. જ્યારે પેટ્રોલનો ભાવ છેલ્લા બે વર્ષની ઉચ્ચ સપાટીએ છે. જો કે દેશના અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટનો અંદર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભિન્ન હોય છે.
ઉલ્લેખનીય છે કે 82 દિવસના વિરામ પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સાત જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર કરવાનું શરૂ કર્યુ હતું. જો કે સાત જૂનથી અત્યાર સુધી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જ કરવામાં આવ્યો છે એક પણ દિવસ ઘટાડો કરવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.