પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં નિધન.
અમેઠી લોકસભામાં ગાંધી પરિવારના પ્રતિનિધિ રહ્યા છે. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીના ધારાસભ્ય પણ રહ્યા છે. 1993થી 1996માં તેઓ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રી રહ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
— Randeep Singh Surjewala (@rssurjewala) February 17, 2021
ગાંધી પરિવારના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને વર્ષ 1993થી 1996 સુધી કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રીના પદ પર પણ રહ્યા. આંઘ્રપ્રદેશમાં સિકંદરાબાદમાં 11 ઓક્ટોબર, 1947માં જન્મેલા કેપ્ટન શર્મા એક વ્યવસાયિક પાયલટ હતા. તેઓ 3 વાર રાજ્યસભા સદસ્ય પણ બની રહ્યા અને તેઓએ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પ્રતિનિધિત્વ કર્યં
ઈન્દિરા ગાંધીની જીત બાદ આ સીટ ચર્ચામાં હતી. 1996 અને 1998 માં ભાજપના અશોક સિંહ પહેલીવાર કમલ ખીલવવામાં સફળ થયા પણ કોંગ્રેસના ગઢમાં તેના બાજ ભાજપ દ્વારા ફરી વાપસી થઈ નહીં. 1999માં કેપ્ટન શર્માએ કોંગ્રેસને ફરી લાવી અને શાનદાર જીત પણ નોંઘાવી. આ પછી સોનિયા ગાંધી સતત આ સીટથી સાંસદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.