વિધાનસભા બજેટ સત્રમાં,સત્તાધારી પક્ષ કે વિપક્ષ, છોડતા નથી ટીકા કરવાની તક

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તો તડાપીડ બોલાવી કે, જુઠુ બોલવું, વારંવાર બોલવું, જાહેરમાં બોલવુને, જોશથી બોલવું એનુ નામ જ ભાજપ.ડીસામાં પૂર્વ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતીકે, પાકિસ્તાનની સિંધુ નદીનુ પાણી બનાસકાંઠામાં લાવીશું જે હજુ સુધી આવ્યું નથી. બટાકાના ભાવ સોનાના ભાવે વેચાશે.

વિધાનસભાની લોબીમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એકબીજાની પૃચ્છા કરી રહ્યાં હતાં કે, તમે રસી લીધી કે નહીં. એક ધારાસભ્યએ એવી ચિંતા વ્યક્ત કરી કે, રસી લઇએ તો ય કોરાના થાય તો શું કરીએ.

વિધાનસભા બજેટ સત્રમાં છ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે ત્યારે હવે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને જાણે કોરોનાની ગંભીરતા સમજાઇ છે. આજે અધ્યક્ષની સૂચનાથી વિધાનસભા ગૃહના દરવાજા પણ ખુલ્લા રખાયા હતાં કેમકે, રખેને કોઇ સંક્રમિત ધારાસભ્ય છીંક ખાય તો વાયરસ ગૃહની અંદર રહે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.