સંઘ હુમલા કરવાનું શીખવાડે છે,સત્યાગ્રહથી ખેડૂતો નીડર બને છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન મુદ્દે હુમલો કર્યો છે. તેમણે શનિવારે ખેડૂતોના મુદ્દે સંઘ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બધા સાથે મળીને સંઘનો સામનો કરીશું અને ત્રણ કૃષિ કાયદા પરત કરાવીને જ જપીશું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમનો સંઘ હુમલા કરવાનું શીખવાડે છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે રાજસ્થાનના અલવરમાં અસામાજિક દ્વારા પથ્થર ફેંકીને હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈના ઇજાગ્રસ્ત થવાના સમાચાર ન હતા, ટિકૈતની ગાડીના પાછળનો કાચ તૂટી ગયો હતો

આંદોલનમાં ખેડૂતોએ ભારત બંધથી લઈને ઘણા બધા રસ્તા અપનાવીને સરકારનો વિરોધ કર્યો હતો. જોકે આ મુદ્દે કોઈ સમાધાન નીકળ્યું નથી. ખેડૂતો નેતાઑ હવે જુદા જુદા રાજ્યોમાં જઈને ભાજપને વોટ ન આપવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી વારંવાર કાયદાને રદ કરવા માટે રટણ કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.