બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના જોરદાર ટ્રેલર અને ગીત ‘નસીબ સે’ પછી ફિલ્મનું ટાઈટલ સોંગ રિલીઝ કર્યું છે. જેનું નામ ‘આજ કે બાદ’ છે. આ ગીત લવ સ્ટોરીનું સૂર રજૂ કરે છે. ફિલ્મના ટીઝરમાં ગીતની ઝલક જોઈને જ લોકો આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આ ગીત મનન ભારદ્વાજ અને તુલસી કુમાર દ્વારા ગાવામાં આવ્યું છે અને તેનું સંગીત અને ગીતો મનન ભારદ્વાજ દ્વારા અપાયા છે.
‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ધમાલ કરી શકી નથી. જ્યારે ઓટીટી પર ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય પછી જ જાણી શકાશે કે, આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.