ભારતની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખનાર સાઉદી અરબની સાથે સંબંધોમાં તણાવ જોવા મળી શકે છે. સાઉદી અરબે કાશ્મીરના મુદ્દા પર ઑર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનની સમિટ બોલાવાનો નિર્ણય લીધો છે. તેમાં ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા દેશોના વિદેશ મંત્રી સામેલ હશે. કહેવાય છે કે ગયા સપ્તાહની મલેશિયાની તરફથી આયોજીત ઇસ્લામિક સમિટથી પાકિસ્તાનનું અંતર બનાવાની અવેજમાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. સાઉદી અરબ અને UAEએ આ સમિટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
આ સપ્તાહે સાઉદી અરબના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાદ અલ-સઉદએ પોતાના ઇસ્લામાબાદ મુલાકાતમાં પાકિસ્તાન સરકારને આ સમિટ અંગે માહિતી આપી છે. કહેવાય છે કે ગયા સપ્તાહે કુઆલમ્પુરમાં મલેશિયન પીએમ મહાતિર મોહમ્મદની અધ્યક્ષતામાં બોલાવામાં આવેલી મીટિંગથી પાકિસ્તાને પણ છેડો ફાડી નાંખ્યો હતો. સાઉદી અરબ મલેશિયાની આ કોશિષને ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશનના સમાંતર સંગઠન ઉભુ કરવાનો પ્રયાસ મનાય છે.
મલેશિયાની તરફથી આયોજીત સમિટમાં તુર્કીના પીએમ રેસેપ તૈયપ અર્દોગન સિવાય પાકિસ્તાન પણ મુખ્યત્વે સામેલ હતા, પરંતુ એન સમયે અંતર બનાવી લીધું. દુનિયાભરમાં મુસ્લિમો સાથે જોડાયેલા મુદ્દા પર આયોજીત સમિટમાં ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની હાજરી પણ સાઉદી અરબ માટે અંતર બનાવાનું એક કારણ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.