સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં, સામને આવ્યા ચોંકાવનારા ખુલાસા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઓનલાઇન શિક્ષણની આડમાં તરુણ બાળકોને પોર્ન સાઈટ જોવાની લત લાગી ગઈ છે.

ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કેટલું હિતાવહ તે પણ એક મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.

ઓનલાઇન શિક્ષણની આડમાં તરૂણ બાળકોને પોર્ન સાઈટ જોવાનો ચસ્કો વધ્યો છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે પણ જાણવા મળ્યું છે કે, લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધુ છે.

. સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેના બાળક પર ખાસ નજર રાખવી આવશ્યક બની ગઈ છે. સામાન્ય રીતે બાળકોને મોબાઈલ આપીને માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જેનું પરિણામ ગંભીર આવી શકે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.