સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનો નિર્ણય, વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો 1 લાખ રૂપિયાની સહાય

હાલ કોરોનાની દહેશતને કારણે ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના સ્કૂલ-કોલેજ સહિત તમામ દર્શનીય સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્યની કેટલીક યૂનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની પરિક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 27 તારીખથી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં પરીક્ષા યોજાશે. પરંતુ જો પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોના જેવી બીમારી થશે તો યુનિવર્સીટી 1 લાખ સુધીની વિદ્યાર્થીને સહાય કરશે. આ માટે સૌરાષ્ટ્ર જિલ્લાના કલેકટર સાથે યુનિવર્સીટી સંકલન પણ કરશે. પરિક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોના થશે તો પ્રાયોરિટી ધોરણે સારવાર આપવા સંકલન કરવામાં આવશે. પરીક્ષાના સમયે મેડિકલ ટીમ પણ યુનિવર્સિટી તૈયાર રાખશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.