સૌરાષ્ટ્રમાં વધ્યું કોરોનાનું સંક્રમણ,રાજકોટ બાદ જામનગર-મોરબીમાં સૌથી વધુ કેસ

સૌરાષ્ટ્રમાં 8મી એપ્રિલે જાહેર કરાયેલા આંકડા અનુસાર એક એક દિવસમાં એક હજાર કરતાં વધારે સત્તાવાર કેસ સામે આવ્યા છે. રાજકોટ બાદ જામનગર અને મોરબીમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં જ 520 કેસ સામે આવ્યા છે જ્યારે જામનગર શહેર અને ગ્રામ્યમાં 245 કોરોનાગ્રસ્ત થયા છે.

સ્મશાનમાં કોરોના વાયરસ પ્રોટોકોલ અનુસાર જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરાઇ રહ્યા છે તેનાથી ખૂબ ઓછા આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.