સૌરવ ગાંગુલી BCCIના નવા પ્રમુખ બનશે, અમિત શાહના પુત્ર જય શાહ સચિવ તરીકે ફરજ નિભાવશે  

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના નવા પ્રમુખ બને તેવી પ્રબળ સંભાવના છે. આ પહેલા રવિવારે દિવસભર અટકળો ચાલતી હતી કે બ્રિજેશ પટેલ નવા પ્રમુખ બનશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ(સેક્રેટરી) બનશે. જ્યારે અરૂણ ધૂમલ બીસીસીઆઈના નવા ખજાનચી (ટ્રેઝરર) બનશે. ધૂમલ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ છે.

બીસીસીઆઈના વિવિધ પદો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જો કે, ચૂંટણી યોજાવાની સંભાવના નથી કારણ કે ઘણા દિવસોથી ચાલતી લોબી પછી બધા પદ લગભગ નિશ્ચિત છે.

બ્રિજેશ પટેલને પ્રમુખ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા

47 વર્ષીય સૌરવ હાલમાં બંગાળના ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. અગાઉ બ્રિજેશને એન શ્રીનિવાસનના ટેકાથી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ સૌરવના નામ પછી બ્રિજેશનો દાવો ખતમ થઈ ગયો. એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, સૌરવને નવા બીસીસીઆઈ તરીકે ચૂંટાતા અમને ખૂબ આનંદ થાય છે. માનવામાં આવે છે કે હવે પટેલ આઈપીએલના નવા અધ્યક્ષ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.